'અને' વિરુદ્ધ 'અથવા': પત્તાના પ્રશ્નોમાં જ્યારે 'અને' પૂછાય ત્યારે બંને શરતોનું પાલન થતું હોય તેવા પત્તાનો 'છેદગણ' લેવો. જ્યારે 'અથવા' પૂછાય ત્યારે 'યોગગણ' લેવો.
2
પરીક્ષાના કુલ પરિણામની ગણતરી: જ્યારે 100 ગુણના પેપરની સંભાવના પૂછવામાં આવે, ત્યારે કુલ પરિણામ 100 નહિ પરંતુ 101 લેવામાં આવે છે, કારણ કે 0 માર્ક્સ પણ મળી શકે છે.
3
રંગ અને પ્રકારનો તફાવત: પત્તામાં 'કાળા રંગના' કુલ 26 પત્તા (કાળી + ફુલ્લી) હોય છે, પરંતુ જ્યારે માત્ર 'કાળી ના' પત્તા પૂછવામાં આવે ત્યારે તે 13 જ ગણવામાં આવે છે.
4
વર્ષના બાકી રહેલા દિવસો (શેષ): સામાન્ય વર્ષમાં 365 દિવસને 7 વડે ભાગતા 1 શેષ વધે છે, જ્યારે લિપ વર્ષમાં 366 દિવસને 7 વડે ભાગતા 2 શેષ વધે છે.