Maths Logo
📝
CH - 21

ઝડપ, અંતર અને સમય

📌
Base Theory

મુખ્ય મુદ્દાઓ

ઝડપ, અંતર અને સમયના મૂળભૂત ખ્યાલો:
1
મૂળભૂત સૂત્ર: અંતર = ઝડપ × સમય (D = s × t)
2
વ્યસ્ત પ્રમાણ: જો અંતર અચળ હોય, તો ઝડપ અને સમય એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં હોય છે (S ∝ 1T)
3
સમપ્રમાણ (ઝડપ અચળ): જો ઝડપ અચળ હોય, તો અંતર અને સમય એકબીજાના સમપ્રમાણમાં હોય છે (D ∝ T)
4
સમપ્રમાણ (સમય અચળ): જો સમય અચળ હોય, તો અંતર અને ઝડપ સમપ્રમાણમાં હોય છે (D ∝ S)
5
એકમ રૂપાંતરણ: 1 kmhr = 518 ms
⚠️
Confusion Points

ગૂંચવણના મુદ્દાઓ

દાખલા ગણવા માટે યાદ રાખવાની મહત્ત્વપૂર્ણ બાબતો:
1
એકમોની સમાનતા: દાખલા ગણતી વખતે ઝડપ, અંતર અને સમયના એકમો સમાન હોવા જોઈએ. જો ઝડપ kmhr માં હોય અને સમય મિનિટમાં હોય, તો સમયને સેકન્ડમાં અથવા કલાકમાં ફેરવવો ફરજિયાત છે (દા.ત., 4 મિનિટ = 240 સેકન્ડ).
2
સરેરાશ ઝડપની ગણતરી: જ્યારે બે સમાન અંતર અલગ-અલગ ઝડપે કાપવામાં આવે, ત્યારે સરેરાશ ઝડપ માટે માત્ર બે ઝડપનો સરવાળો કરી અડધા કરવાથી ખોટો જવાબ આવે છે. આ માટે ખાસ સૂત્ર 2xy(x + y) નો ઉપયોગ કરવો.
📝
Type 1

સાદા દાખલા અને એકમ રૂપાંતરણ

નિયમ: સીધા સૂત્રનો ઉપયોગ કરી એકમો બદલીને ગણતરી કરવી.
01
એક વ્યક્તિ 1600 મીટર લંબાઈનું અંતર 4 મિનિટમાં પસાર કરે છે તો તેની ઝડપ kmhr માં શોધો.
અંતર = 1600 મીટર = 1.6 કિ.મી.
સમય = 4 મિનિટ = 460 = 115 કલાક
ઝડપ = અંતરસમય
= 1.6(115) = 1.6 × 15
જવાબ = 24 kmhr
જવાબ: 24 km/hr
02
એક ખેલાડી 24 સેકન્ડની અંદર 200 મીટર દોડે છે તો તેની ઝડપ kmhr માં કેટલી થાય?
ઝડપ = અંતરસમય = 20024 મીસે
kmhr માં ફેરવવા માટે 185 વડે ગુણતા:
ઝડપ = (20024) × (185)
ઝડપ = (4024) × 18 = (53) × 18
જવાબ = 30 kmhr
જવાબ: 30 km/hr
⏳
Type 2

સમયના તફાવત પરથી અંતર શોધવું

નિયમ: અંતર (D) = [(S1 × S2)(S1 - S2)] × સમયનો તફાવત (કલાકમાં).
01
વિરાટ અને અનુષ્કા 10 kmhr અને 8 kmhr ની ઝડપે ચાલે છે. વિરાટ 30 મિનિટ વહેલા પહોંચી જાય છે. અંતર શોધો.
ઝડપ S1 = 10, S2 = 8
સમયનો તફાવત = 30 મિનિટ = 12 કલાક
અંતર = [(10 × 8)(10 - 8)] × 12
= [802] × 12 = 40 × 12
જવાબ = 20 કિ.મી.
જવાબ: 20 કિ.મી.
02
બે વ્યક્તિ 9 kmhr અને 10 kmhr ની ઝડપે સમાન અંતર કાપે છે. એક વ્યક્તિ 20 મિનિટ વધારે સમય લે છે. અંતર કેટલું થાય?
S1 = 9, S2 = 10
સમયનો તફાવત = 20 મિનિટ = 2060 = 13 કલાક
અંતર = [(9 × 10)(10 - 9)] × 13
= [901] × 13
જવાબ = 30 કિ.મી.
જવાબ: 30 કિ.મી.
⏱️
Type 3

કુલ સમય પરથી અંતર શોધવું

નિયમ: અંતર (D) = [(S1 × S2)(S1 + S2)] × કુલ સમય (કલાકમાં).
01
બાહુબલી 4 kmhr ની ઝડપે જાય છે અને 2 kmhr ની ઝડપે પરત ફરે છે. કુલ 6 કલાકનો સમય લાગે છે. અંતર શોધો.
S1 = 4, S2 = 2, કુલ સમય = 6 કલાક
અંતર = [(4 × 2)(4 + 2)] × 6
= [86] × 6
જવાબ = 8 કિ.મી.
જવાબ: 8 કિ.મી.
02
એક વ્યક્તિ 25 kmhr ની ઝડપે જાય છે અને 4 kmhr ની ઝડપે પરત આવે છે. કુલ 5 કલાક અને 48 મિનિટ લાગે છે. અંતર કેટલું?
S1 = 25, S2 = 4
કુલ સમય = 5 કલાક 48 મિનિટ = 5 + 4860 કલાક
= 5 + 45 = 295 કલાક
અંતર = [(25 × 4)(25 + 4)] × 295
= [10029] × 295 = 1005
જવાબ = 20 કિ.મી.
જવાબ: 20 કિ.મી.
🏃‍♂️
Type 4

વહેલા / મોડા પહોંચવાના દાખલા

નિયમ: અંતર (D) = [(S1 × S2)(S1 - S2)] × કુલ સમયનો તફાવત. મોડા-મોડા અથવા વહેલા-વહેલા હોય તો બાદબાકી, વહેલા-મોડા હોય તો સરવાળો થાય.
01
50 kmhr ની ઝડપે 10 મિનિટ પહેલા પહોંચે છે અને 30 kmhr ની ઝડપે 10 મિનિટ મોડો પહોંચે છે. અંતર શોધો.
S1 = 50, S2 = 30
સમયનો તફાવત = 10 (વહેલા) + 10 (મોડા) = 20 મિનિટ
સમય (કલાકમાં) = 2060 = 13 કલાક
અંતર = [(50 × 30)(50 - 30)] × 13
= [150020] × 13 = 75 × 13
જવાબ = 25 કિ.મી.
જવાબ: 25 કિ.મી.
02
9 kmhr ની ઝડપે 17 મિનિટ મોડો અને 10 kmhr ની ઝડપે 3 મિનિટ વહેલો પહોંચે છે. અંતર જણાવો.
S1 = 10, S2 = 9
સમયનો તફાવત = 17 (મોડા) + 3 (વહેલા) = 20 મિનિટ
સમય (કલાકમાં) = 2060 = 13 કલાક
અંતર = [(10 × 9)(10 - 9)] × 13
= [901] × 13
જવાબ = 30 કિ.મી.
જવાબ: 30 કિ.મી.
📈
Type 5

ઝડપમાં વધારો/ઘટાડો કરવાથી સમયમાં થતો ફેરફાર

નિયમ: સૂત્ર [D = S(S+a)a × t1 = S(S-b)b × t2] નો ઉપયોગ કરી પહેલા મૂળ ઝડપ (S) શોધવી.
01
ઝડપમાં 3 km નો વધારો કરતા 40 મિનિટ ઓછો સમય લાગે છે અને 2 kmhr નો ઘટાડો કરતા 40 મિનિટ વધારે સમય લાગે છે. અંતર શોધો.
ધારો કે મૂળ ઝડપ = S
S(S+3)3 = S(S-2)2 (અહીં સમય સમાન હોવાથી ઉડી જશે)
2(S+3) = 3(S-2) => 2S + 6 = 3S - 6 => S = 12 kmhr
અંતર = [12(12+3)3] × (4060) કલાક
= [12 × 153] × 23 = 60 × 23
જવાબ = 40 કિ.મી.
જવાબ: 40 કિ.મી.
02
ઝડપમાં 6 kmhr નો વધારો કરે તો 4 કલાક વહેલો અને 6 kmhr નો ઘટાડો કરે તો 6 કલાક વધારે સમય લાગે છે. અંતર શોધો.
S(S+6)6 × 4 = S(S-6)6 × 6
4(S+6) = 6(S-6) => 4S + 24 = 6S - 36
2S = 60 => S = 30 kmhr
અંતર = [30(30+6)6] × 4
= [30 × 366] × 4 = 180 × 4
જવાબ = 720 કિ.મી.
જવાબ: 720 કિ.મી.
⚖️
Type 6

સરેરાશ ઝડપ (Average Speed)

નિયમ: જો 2 સમાન અંતર હોય તો 2xy(x + y) નો ઉપયોગ કરવો. જો વધુ ભાગ હોય તો કુલ અંતરકુલ સમય.
01
એક વ્યક્તિ 60 kmhr ઝડપે જાય છે અને 40 kmhr ઝડપે પરત ફરે છે. સરેરાશ ઝડપ શોધો.
x = 60, y = 40
સરેરાશ ઝડપ = (2 × 60 × 40)(60 + 40)
= 4800100
જવાબ = 48 kmhr
જવાબ: 48 km/hr
02
10 kmhr ની ઝડપે જવું અને 30 kmhr ની ઝડપે પરત આવવું. સરેરાશ ઝડપ શોધો.
x = 10, y = 30
સરેરાશ ઝડપ = (2 × 10 × 30)(10 + 30)
= 60040
જવાબ = 15 kmhr
જવાબ: 15 km/hr
🛑
Type 7

રોકાણનો સમય શોધવો (Stoppage Time)

નિયમ: પ્રતિ કલાક રોકાણની મિનિટ = (ઝડપનો તફાવતરોકાયા વગરની ઝડપ) × 60.
01
એક ટ્રેન રોકાયા વગર 75 kmhr અને રોકાતા 65 kmhr ની સરેરાશ ઝડપે જાય છે. પ્રતિ કલાક કેટલી મિનિટ રોકાઈ હશે?
ઝડપનો તફાવત = 75 - 65 = 10
રોકાયા વગરની ઝડપ = 75
મિનિટ = (1075) × 60
= (215) × 60 = 2 × 4
જવાબ = 8 મિનિટ
જવાબ: 8 મિનિટ
02
બસ 60 kmhr સરેરાશ ઝડપથી અને રોકાતા 42 kmhr ની ઝડપે અંતર કાપે છે. પ્રતિ કલાક કેટલા મિનિટ રોકાઈ હશે?
ઝડપનો તફાવત = 60 - 42 = 18
રોકાયા વગરની ઝડપ = 60
મિનિટ = (1860) × 60
જવાબ = 18 મિનિટ
જવાબ: 18 મિનિટ
📊
Type 8

ઝડપના અમુક ભાગથી (ગુણોત્તર) મુસાફરી

નિયમ: ઝડપ અને સમયનો ગુણોત્તર વ્યસ્ત હોય છે (S ∝ 1T).
01
કોઈ વ્યક્તિ સામાન્ય ઝડપથી 34 ની ઝડપે ચાલે તો 2 કલાક વધારે સમય લે છે. સામાન્ય ઝડપથી ચાલે તો કેટલો સમય લાગે?
ઝડપનો ગુણોત્તર = 3 : 4
તેથી સમયનો ગુણોત્તર = 4 : 3
સમયનો તફાવત = 4 - 3 = 1 યુનિટ
1 યુનિટ = 2 કલાક
સામાન્ય સમય = 3 યુનિટ = 3 × 2 = 6 કલાક
જવાબ = 6 કલાક
જવાબ: 6 કલાક
02
વ્યક્તિ વાસ્તવિક ઝડપથી 57 ભાગની ઝડપથી ચાલે છે તો 20 મિનિટ વધારે સમય લાગે છે. વાસ્તવિક સમય શોધો.
ઝડપનો ગુણોત્તર = 5 : 7
સમયનો ગુણોત્તર = 7 : 5
તફાવત = 2 યુનિટ = 20 મિનિટ
1 યુનિટ = 10 મિનિટ
વાસ્તવિક સમય = 5 યુનિટ = 5 × 10 = 50 મિનિટ
જવાબ = 50 મિનિટ
જવાબ: 50 મિનિટ
🚌
Type 9

બસ ડેપો / ગોળીનો અવાજ (સાપેક્ષ ઝડપ)

નિયમ: બસે વધારાના સમયમાં (તફાવતમાં) કાપેલું અંતર = વ્યક્તિએ મળવાના સમયમાં કાપેલું અંતર.
01
ડેપોથી દર 10 મિનિટે બસ નીકળે છે, પણ સામે આવતા વ્યક્તિને દર 8 મિનિટે મળે છે. જો બસની ઝડપ 20 kmhr હોય, તો વ્યક્તિની ઝડપ શોધો.
બસના સમયનો તફાવત = 10 - 8 = 2 મિનિટ
વ્યક્તિનો મળવાનો સમય = 8 મિનિટ
સૂત્ર: બસની ઝડપ × સમય તફાવત = વ્યક્તિની ઝડપ × મળવાનો સમય
20 × 2 = વ્યક્તિની ઝડપ × 8
વ્યક્તિની ઝડપ = 408 = 5 kmhr
જવાબ = 5 kmhr
જવાબ: 5 km/hr
02
28 મિનિટના અંતરે બે ગોળી છોડવામાં આવે છે, પણ ટ્રેનમાં આવતા વ્યક્તિને 26 મિનિટ પછી સંભળાય છે. અવાજનો વેગ 390 મીસે છે. ટ્રેનની ઝડપ શોધો.
અવાજનો સમય તફાવત = 28 - 26 = 2 મિનિટ
વ્યક્તિનો સમય = 26 મિનિટ
સૂત્ર: અવાજની ઝડપ × તફાવત = વ્યક્તિની ઝડપ × સમય
390 × 2 = વ્યક્તિની ઝડપ × 26
વ્યક્તિની ઝડપ = 78026 = 30 મીસે
જવાબ = 30 મીસે
જવાબ: 30 મી/સે
🤝
Type 10

રસ્તામાં મળ્યા પછીનો સમય

નિયમ: મળવાનો સમય = √(t1 × t2) અને ઝડપનો ગુણોત્તર S1S2 = √(t2t1).
01
શ્યામ અને રાધા 10:00 AM વાગ્યે સામ-સામે ચાલવાનું શરૂ કરે છે. મળ્યા બાદ ક્રમશઃ 24 મિનિટ અને 54 મિનિટમાં પહોંચે છે. ક્યારે મળ્યા હશે?
મળ્યા પછીનો સમય t1 = 24, t2 = 54
મળવા માટે લાગેલો સમય = √(24 × 54)
= √1296 = 36 મિનિટ
મળવાનો સમય = 10:00 + 36 મિનિટ
જવાબ = 10:36 AM વાગ્યે
જવાબ: 10:36 AM વાગ્યે
02
રાધા 40 kmhr ની ઝડપ અને શ્યામ સામ-સામે જાય છે. મળ્યા પછી 9 અને 16 કલાકમાં ઘરે પહોંચે છે. શ્યામની ઝડપ શોધો.
S1 = 40, t1 = 9, t2 = 16
સૂત્ર: S1S2 = √(t2t1)
40S2 = √(169) = 43
S2 = (40 × 3)4 = 10 × 3
જવાબ = 30 kmhr
જવાબ: 30 km/hr
🚓
Type 11

ચોર-પોલીસ (પીછો કરવાના દાખલા)

નિયમ: પકડવાનો સમય = (શરૂઆતનું અંતર)(સાપેક્ષ ઝડપ).
01
ચોર 60 kmhr ની ઝડપે ભાગે છે. 30 મિનિટ પછી પોલીસ 80 kmhr ની ઝડપે પીછો કરે છે. પકડતા કેટલો સમય લાગશે?
30 મિનિટમાં ચોરે કાપેલું અંતર = 60 × (3060) = 30 કિ.મી.
સાપેક્ષ ઝડપ = 80 - 60 = 20 kmhr
પકડવાનો સમય = 3020
= 1.5 કલાક (અથવા 1 કલાક 30 મિનિટ)
જવાબ = 1.5 કલાક
જવાબ: 1.5 કલાક
02
114 મીટર દૂર એક ચોર 15 mmin થી દોડે છે અને સિપાઈ 21 mmin થી પીછો કરે છે. કેટલા સમયમાં પકડશે?
અંતર = 114 મીટર
સાપેક્ષ ઝડપ = 21 - 15 = 6 mmin
પકડવાનો સમય = 1146
જવાબ = 19 મિનિટ
જવાબ: 19 મિનિટ
🐇
Type 12

પ્રાણીઓની છલાંગના દાખલા (Ratio)

નિયમ: ઝડપનો ગુણોત્તર = (છલાંગની સંખ્યા × એક છલાંગનું અંતર) નો ગુણોત્તર.
01
બિલાડી 5 છલાંગ લગાવે એટલી વારમાં કૂતરો 4 છલાંગ લગાવે છે. કૂતરાની 3 છલાંગ = બિલાડીની 4 છલાંગ. ઝડપનો ગુણોત્તર શોધો.
બિલાડી (C) : કૂતરો (D)
છલાંગની સંખ્યા: 5 : 4
અંતર: 3D = 4C => CD = 34
જવાબ = (5 × 3) : (4 × 4) = 15 : 16
જવાબ: 15 : 16
02
સસલું 5 છલાંગ લગાવે ત્યારે કૂતરો 3 છલાંગ લગાવે છે. કૂતરાની 1 છલાંગ = સસલાની 3 છલાંગ. ઝડપનો ગુણોત્તર શોધો.
સસલું (R) : કૂતરો (D)
છલાંગની સંખ્યા: 5 : 3
અંતર: 1D = 3R => RD = 13
ઝડપનો ગુણોત્તર = (5 × 1) : (3 × 3) = 5 : 9 (સસલું : કૂતરો)
જવાબ = 9 : 5 (કૂતરો : સસલું)
જવાબ: 9 : 5
🚙
Type 13

બે અલગ-અલગ માધ્યમો દ્વારા મુસાફરી

નિયમ: સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો (ઉદાહરણ તરીકે: W + C = કુલ સમય).
01
ચાલીને જતાં અને વાહન દ્વારા પરત આવતા 8 કલાક લાગે છે. બંને તરફ ચાલીને જતાં 12 કલાક 30 મિનિટ લાગે છે. બંને તરફ વાહન દ્વારા જતાં કેટલો સમય લાગે?
W + V = 8 કલાક
2W = 12 કલાક 30 મિનિટ => W = 6 કલાક 15 મિનિટ
V = 8 કલાક - 6 કલાક 15 મિનિટ = 1 કલાક 45 મિનિટ
2V = 1 કલાક 45 મિનિટ × 2 = 3 કલાક 30 મિનિટ
3 કલાક 30 મિનિટ = 210 મિનિટ
જવાબ = 210 મિનિટ
જવાબ: 210 મિનિટ
02
ચાલીને જતાં અને વાહન દ્વારા પરત આવતા 6 કલાક 30 મિનિટ લાગે છે. બંને તરફ વાહન દ્વારા 2 કલાક 10 મિનિટ ઓછો સમય લાગે છે. બંને તરફ ચાલીને કેટલો સમય લાગે?
W + V = 6 કલાક 30 મિનિટ
2V = 6 કલાક 30 મિનિટ - 2 કલાક 10 મિનિટ = 4 કલાક 20 મિનિટ
તેથી V = 2 કલાક 10 મિનિટ
W = 6 કલાક 30 મિનિટ - 2 કલાક 10 મિનિટ = 4 કલાક 20 મિનિટ
2W = 4 કલાક 20 મિનિટ × 2 = 8 કલાક 40 મિનિટ
8 કલાક 40 મિનિટ = (8 × 60) + 40 = 520 મિનિટ
જવાબ = 520 મિનિટ
જવાબ: 520 મિનિટ
🐒
Type 14

વાંદરાનું થાંભલા પર ચઢવું

નિયમ: છેલ્લી છલાંગમાં વાંદરો ટોચ પર પહોંચી જશે એટલે લપસશે નહીં. તેથી કુલ ઊંચાઈમાંથી પહેલી છલાંગ બાદ કરી બાકીનાની ગણતરી કરવી.
01
12 મીટરનો થાંભલો. પહેલી મિનિટમાં 2 મીટર ચડે અને બીજીમાં 1 મીટર નીચે ઉતરે. કેટલી મિનિટ લાગશે?
ચક્ર: 2 મિનિટમાં 1 મીટર (2 - 1 = 1)
છેલ્લી છલાંગ (2 મીટર) માટે 10 મીટર સુધી પહોંચવું પડશે.
10 મીટર ચડવા માટે = 10 × 2 = 20 મિનિટ
બાકીના 2 મીટર તે 21મી મિનિટે એક જ છલાંગમાં ચડી જશે.
જવાબ = 21 મિનિટ
જવાબ: 21 મિનિટ
02
80 મીટરનો થાંભલો. પહેલી મિનિટમાં 5 મીટર ચડે અને બીજીમાં 2 મીટર નીચે ઉતરે. કેટલી મિનિટ લાગશે?
ચક્ર: 2 મિનિટમાં 3 મીટર (5 - 2 = 3)
છેલ્લી છલાંગ (5 મિનિટ) બાદ કરતા 75 મીટર માટે ગણતરી કરીએ.
75 મીટર ચડવા માટે = (753) × 2 = 50 મિનિટ
51મી મિનિટે તે બાકીના 5 મીટર ચડીને 80 મીટર પર પહોંચી જશે.
જવાબ = 51 મિનિટ
જવાબ: 51 મિનિટ
🚲
Type 15

કુલ અંતર બે અલગ વાહનોથી કાપવું

નિયમ: મિશ્રણ (Alligation) પદ્ધતિ અથવા સાદા સમીકરણનો ઉપયોગ કરી સમયનો ગુણોત્તર અને અંતર શોધવામાં આવે છે.
01
61 કિ.મી. નું અંતર 9 કલાકમાં કાપે છે. અમુક 4 kmhr ચાલીને અને બાકીનું 9 kmhr સાયકલથી. ચાલીને કેટલું અંતર કાપ્યું હશે?
ધારો કે ચાલીને લીધેલો સમય x કલાક
4x + 9(9 - x) = 61
4x + 81 - 9x = 61 => 5x = 20 => x = 4 કલાક
ચાલીને કાપેલું અંતર = 4 × 4 = 16 કિ.મી.
જવાબ = 16 કિ.મી.
જવાબ: 16 કિ.મી.
02
188 કિ.મી. નું અંતર 10 કલાકમાં કાપે છે. અમુક 8 kmhr ચાલીને અને બાકીનું સાયકલથી 35 kmhr ની ઝડપે કાપે છે. ચાલીને કેટલું અંતર કાપ્યું હશે?
ધારો કે ચાલીને સમય x કલાક
8x + 35(10 - x) = 188
8x + 350 - 35x = 188 => 27x = 162 => x = 6 કલાક
ચાલીને કાપેલું અંતર = 8 × 6 = 48 કિ.મી.
જવાબ = 48 કિ.મી.
જવાબ: 48 કિ.મી.
🚆
Type 16

બે ટ્રેન અલગ-અલગ સમયે નીકળે

નિયમ: બંને ટ્રેનને સમાન સમય પર લાવીને સાપેક્ષ ઝડપના આધારે મળવાનો સમય કે અંતર શોધવામાં આવે છે.
01
આગ્રાથી કોલકત્તા માટે બે ટ્રેન 9:00 AM (240 kmhr) અને 9:30 AM (300 kmhr) રવાના થાય છે. બંને કેટલા કિલોમીટરના અંતરે મળશે?
પહેલી ટ્રેન 30 મિનિટમાં 120 કિ.મી. અંતર કાપે (240 × 0.5)
હવે 9:30 વાગ્યે બીજી ટ્રેન નીકળશે. સાપેક્ષ ઝડપ = 300 - 240 = 60 kmhr
મળવા માટે લાગતો સમય = 12060 = 2 કલાક
મળવાનું અંતર = 300 × 2 = 600 કિ.મી.
જવાબ = 600 કિ.મી.
જવાબ: 600 કિ.મી.
02
ટ્રેન A 7:00 વાગ્યે નીકળી 11:00 એ પહોંચે છે. ટ્રેન B 8:00 વાગ્યે નીકળી 11:30 એ પહોંચે છે. બંને ક્યારે મળશે?
ટ્રેન A નો સમય = 4 કલાક, ટ્રેન B નો સમય = 3.5 કલાક (72)
લ.સા.અ. (અંતર) = 28 કિ.મી. લઈએ.
ઝડપ A = 7 kmhr, ઝડપ B = 8 kmhr
8:00 વાગ્યે A ટ્રેન 7 કિ.મી. કાપી ચૂકી હશે. બાકી અંતર = 21 કિ.મી.
મળવા લાગતો સમય = 21(7 + 8) = 2115 = 1.4 કલાક = 1 કલાક 24 મિનિટ
મળવાનો સમય = 8:00 + 1:24 = 9:24 AM
જવાબ = 9:24 AM વાગ્યે
જવાબ: 9:24 AM વાગ્યે
📄PDF
CH - 21

ઝડપ, અંતર અને સમય

📝TEST