"વધુ કેટલા માણસો જોઈએ?" વાળા પ્રશ્નો: ઘણીવાર દાખલામાં સીધું 'કેટલા માણસો લાગશે?' નથી પૂછાતું, પણ 'વધુ કેટલા?' પૂછાય છે. ગણતરી કરીને જે M2 મળે તેમાંથી જૂના M1 બાદ કરવાનું ભૂલવું નહીં. દા.ત. 18 વ્યક્તિઓ 6 દિવસમાં કામ કરે, 3 દિવસમાં M2 = 36 મળે, પણ 'વધુ' = 36 - 18 = 18 માણસો.